પંડિત દીનદયાળ આવાસ યોજના હેઠળ ગુજરાત સરકાર દ્વારા 1,20,000/-  રૂપિયાની સહાય આપવામાં આવે છે.

ગુજરાત સરકાર દ્વારા મકાનના બાંધકામ માટે આર્થિક રીતે સહાય આપવા માટે પંડિત દીનદયાળ આવાસ યોજના  શરૂ કરવામાં આવેલી છે. 

આ યોજના માટે અરજી ગુજરાત સરકાર દ્વારા સમાજ કલ્યાણ પોર્ટલ પર ઓનલાઈન કરવામાં આવે છે. 

આ યોજનાનો મુખ્ય હેતુ જે લોકોને રહેવા માટે મકાન નથી તે લોકો માટે મકાન ની જોગવાઈ કરવાનો છે.

આ યોજના હેઠળ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી સહાય ત્રણ હપ્તા આપવામાં આવે છે.

પહેલા હપ્તામાં સરકાર દ્વારા ૪૦ હજાર રૂપિયા અરજી કરનાર વ્યક્તિના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. 

 બીજા હપ્તામાં સરકાર દ્વારા  60,000 રૂપિયા બાંધકામ શરૂ થઇ ગયા બાદ સરકાર દ્વારા બેંક ટ્રાન્સફર  કરવામાં આવે છે. 

ત્રીજા હપ્તામાં સરકાર દ્વારા 2000 રૂપિયા આપવામાં આવે છે જે મકાનના બાંધકામ તૈયાર થઇ ગયા બાદ આપવામાં આવે છે.

જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માગતા હોય તો સરકાર દ્વારા આ યોજના માટે પાત્રતા નક્કી કરવામાં આવેલી છે જો તમે પાત્રતા પાલન કરતા હશો તો તમે આ યોજનાનો લાભ લઇ શકો છો નીચે આપેલી લીંક પર ક્લિક કરીને તમે આ યોજના માટે ની પાછળ ના વિશે જાણી શકો છો.