શ્રવણ તીર્થ દર્શન યોજના | Gujarat Shravan Tirth Darshan Yojana 2022

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Follow us on Google News Join Now

Gujarat Shravan Tirthdarshan Yojana Application Forms 2022 | Gujarat Shravan Tirthdarshan Yojana 2022 | શ્રવણ તીર્થ દર્શન યોજના | ગુજરાત શ્રવણ તીર્થ દર્શન યોજના 2022

ગુજરાત સરકાર દ્વારા શ્રવણ તીર્થ દર્શન યોજના (Shravan Tirthdarshan Yojana 2022) શરૂ કરવામાં આવેલી છે. શ્રવણ તીર્થ દર્શન યોજના હેઠળ ગુજરાત સરકારે સિનિયર સિટીઝન લોકોને જાત્રા કરાવવામાં આવે છે. આ યોજના હેઠળ ગુજરાત સરકારે ૫૦ ટકા જાત્રા ના ટ્રાવેલ કરવાના ખર્ચો ઉપર સહાય આપે છે.

નોંધ: ગુજરાત સરકાર દ્વારા શ્રવણ તીર્થ યોજના ઉપર સહાય 50% ટકાથી વધારીને 75% ટકા કરી દેવામાં આવેલી છે.

Gujarat Shravan Tirthdarshan Yojana Application Forms 2022 | Gujarat Shravan Tirthdarshan Yojana 2022 | શ્રવણ તીર્થ દર્શન યોજના

આજે આપણે, આ લેખ દ્વારા ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી શ્રવણ તીર્થ દર્શન યોજના 2022 માં ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા તેમજ ઓનલાઈન અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ, પાત્રતા અને ઓનલાઈન અરજી કેમ કરી શકાય તે વિશે ની માહિતી જાણીશું.

શ્રવણ તીર્થ દર્શન યોજનાની (Gujarat Shravan Tirthdarshan Yojana) અરજી એ online yatradham.gujarat.gov.in વેબસાઈટ ના માધ્યમ દ્વારા કરવામાં આવે છે.

ગુજરાત શ્રવણ તીર્થ દર્શન યોજના 2022 | Gujarat Shravan Tirthdarshan Yojana

શ્રવણે જેમ તેમના વૃદ્ધ માતાપિતાને કાવડમાં બેસાડીને તેમને યાત્રા કરાવી હતી તે એ ભારત દેશના બધા જ દેશવાસીઓને હૃદયમાં એક અનોખુ સ્થાન ધરાવે છે તો આજે આપણે આ આધુનિક યુગમાં ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી શ્રવણ તીર્થ દર્શન યોજનાની સિનિયર સિટીઝન લોકો આ યોજનાનો લાભ લઈને ગુજરાત રાજ્ય ના યાત્રાધામો પર દર્શન કરવા માટે સરળતાથી જઈ શકે છે, એટલા માટે ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના સિનિયર સિટીઝન લોકો માટે શ્રવણ તીર્થ દર્શન યોજના શરૂ કરવામાં આવેલી છે.

યોજનાનું નામ ગુજરાત શ્રવણ તીર્થ દર્શન યોજના 2022
Scheme NameGujarat Shravan Tirthdarshan Yojana 2022
મળવાપાત્ર સહાય યાત્રાના ટ્રાવેલ્સ પર 50% સહાય મળવા પાત્ર થસે
અધિકૃત વેબસાઇટ yatradham.gujarat.gov.in

ગુજરાત રાજ્યમાં વસતા લોકો કે જેમની ઉંમર ૬૦ વર્ષ કે તેનાથી વધુ હોય અને તેઓ ધાર્મિક સ્થળોનો પ્રવાસ કરવા ઈચ્છતા હોય તેવો લોકો બનાવીને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે એસટી બસ ખાતે ખાનગી અથવા લશ્કરી બસ નો પ્રવાસ ભાડાના 50% રકમ ગુજરાત સરકાર દ્વારા ચૂકવવામાં આવશે આમ ખાનગી બસ ભાડે કરવામાં આવે તો તે કિસ્સામાં ખરેખર પાડું અથવા એસટી બસ નું ભાડું બેમાંથી જે ઓછુ હશે તે આ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના હેઠળ ૫૦ ટકા ચૂકવવામાં આવશે. આ યોજનાનો લાભ એક વ્યક્તિ પોતાના જીવનકાળ દરમિયાન એક જ વાર લઈ શકે છે આ યોજના હેઠળ કુલ બે રાત્રિ અને ત્રણ દિવસના પ્રવાસની મર્યાદા નક્કી કરવામાં આવેલી છે.

જો કોઈ વ્યક્તિ વ્યક્તિગત રીતે આ યોજનાનો લાભ લેવા માંગે તો તે આ યોજનાનો લાભ લઇ શકશે નહીં પરંતુ તેમને 30 લોકોનું ગ્રૂપ બનાવીને બસ ભાડે કરેલ હોય તો જ તે લોકો આ યોજનાનો લાભ મળવાપાત્ર છે અને આ યોજનાનું અમલીકરણ ગુજરાત રાજ્ય પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કરવાનું રહેશે.

Required Documents for Shravan Tirthdarshan Yojana | શ્રવણ તીર્થ દર્શન યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ

શ્રવણ તીર્થ દર્શન યોજના ઓનલાઈન અરજી કરતાં નીચે આપેલા ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે.

  • અરજી કરનાર વ્યક્તિઓમાં ની મતદાર આઈડી કાર્ડ
  • આધારકાર્ડ
  • રેશનકાર્ડ
  • ગાડી ચલાવવા માટેની પરવાનગી
  • પાસપોર્ટ સાઇઝના ફોટા
  • રહેઠાણ નું પ્રમાણપત્ર ગેસ બિલ લાઈટ બિલ વગેરે

Also Read This:

FAQs of Gujarat Shravan Tirthdarshan Yojana 2022

Q: શ્રવણ તીર્થ દર્શન યોજના ની ઓનલાઈન અરજી કરવા માટેની ઓફિસિયલ વેબસાઈટ કઈ છે?

Ans: https://yatradham.gujarat.gov.in/

Q: શ્રવણ તીર્થ દર્શન યોજના મળવાપાત્ર સહાય કેટલી છે?

Ans: યાત્રા દરમિયાન થતા ટ્રાવેલ્સ ના ૫૦ ટકા સહાય મળવાપાત્ર થશે.

Q: શ્રવણ તીર્થ દર્શન યોજના કોના દ્વારા શરૂ કરવામાં આવેલી છે?

Ans: શ્રવણ તીર્થ દર્શન યોજના ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી છે.

Rate this post

3 thoughts on “શ્રવણ તીર્થ દર્શન યોજના | Gujarat Shravan Tirth Darshan Yojana 2022”

Leave a Comment